Google News

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara

E-Paper

  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર
  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર

બારડોલી બસ અકસ્માત કેસમાં મૃતકો મહારાષ્ટ્રના રહેવાસી

સુરત જિલ્લાના બારડોલી નજીક ધુલિયા હાઈવે પર બે બસો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત અને ત્યારબાદ લાગેલી ભીષણ આગના કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઉવા અને માણેકપોર ગામ વચ્ચે ગુજરાત સરકારી બસ પલટી મારી જતાં આગ ફાટી નીકળતાં ૭ લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. આ તમામ મૃતકોના શરીરો સળગી જવાથી ઓળખ કરવી મુશ્કેલ હતી, જેથી DNA મેચ કરવાની પ્રક્રિયા હાથ ધરી ઓળખ કરવામાં આવતા ૭ માંથી ૬ મૃતકોની સફળતાપૂર્વક ઓળખ કરી લેવામાં આવી છે.

પોલીસ અને હોસ્પિટલ પ્રશાસન તરફથી મળતી માહિતી અનુસાર, જેઓની ઓળખ થઈ છે, તે તમામ ૬ લોકો પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જેમાં ૩ મહિલાઓ અને ૩ પુરૂષોનો સમાવેશ થાય છે. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા મૃતદેહોના સંબંધીઓ સાથે DNA સેમ્પલ મેચ કરીને આ ઓળખ વિધિ પૂરી કરવામાં આવી છે.

૭ લોકો પૈકી હજુ ૧ મૃતકની ઓળખ બાકી

અકસ્માતમાં જીવ ગુમાવનાર ૭ લોકો પૈકી હજુ ૧ મૃતકની ઓળખ થઈ શકી નથી. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અન્ય શંકાસ્પદ સંબંધીઓના પણ DNA સેમ્પલ લેવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આ છેલ્લા મૃતકની ઓળખ પણ સ્પષ્ટ થઈ જશે.

બીજી તરફ, અકસ્માત કઈ રીતે સર્જાયો અને બસ પલટી ખાધા બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું, તેની વૈજ્ઞાનિક તપાસ કરવા માટે FSL  ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. FSL ની ટીમ દ્વારા સ્થળ પરથી જરૂરી પુરાવા અને સેમ્પલ એકત્રિત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Author

D-Admin

Follow Me
Other Articles
Previous

હિન્દુ ઓળખ આપી મુસ્લિમ યુવકે સુરતની યુવતી સાથે કર્યુ કૃત્ય

Next

દિવ્યાંગ વેપારીને માર મારનાર મહિલા PSI  સસ્પેન્ડ

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe our Daily Newsletter

Follow Us

Facebook X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • About Us
  • Contact Us
  • About Us
  • Contact Us

Copyright © 2023 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper