Google News

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara

E-Paper

  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર
  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર

દિવ્યાંગ વેપારીને માર મારનાર મહિલા PSI  સસ્પેન્ડ

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એક મહિલા PSI  સોનલ રાઠોડે દિવ્યાંગ વેપારીને ઢોર માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપો લાગ્યા હતા. સમગ્ર ઘટના બાદ મહિલા PSI  પોતે પીડિત પ્રજ્ઞાચક્ષુ વેપારીના ઘરે પહોંચી સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હોવાના દ્રશ્યો ઘણાં જ વાયરલ થયો હતો. સમાધાન કરવા પીડિતના ઘરે પહોંચેલા PSI  મેડમ મીડિયાને જોઈને ભાગતા દેખાયા હતા. આ કેસમાં PSI  સોનલ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મહિલા PSI  સોનલ રાઠોડ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

માહિતી મુજબ અમદાવાદમાં થોડા દિવસથી ઘણા ચર્ચાસ્પદ કેસ એટલે કે, PSI  સોનલ રાઠોડે દિવ્યાંગ વેપારીને માર્યા બાદ તેની સાથે સેટલમેન્ટ કરવાનો વીડિયો વાયરલ થયો હતો. આ કેસમાં એસપીએ વેપારીને માર મારવા બદલ PSI  સોનલ રાઠોડને સસ્પેન્ડ કર્યા છે. મહિલા PSI  સોનલ રાઠોડની સામે ફરિયાદી ગોપાલ ભાઈએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સ્ટેશનમાં જ દિવ્યાંગ સાથે અમાનવીય વર્તન

અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાંથી ગોપાલભાઈ દરજી નામના એક પ્રજ્ઞાચક્ષું દિવ્યાંગ કેબીન ચલાવી ગુજરાન ચલાવે છે. જેઓએ પોતાની કેબિનમાં પેકેટ ચોરી થતી હોવાની આશંકાએ એક સગીરનો હાથ ખેંચ્યો હતો. જે દરમિયાન સગીરના હાથમાં ઇજા થઈ હતી. જે મામલો બાદમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ દિવ્યાંગ સાથે અમાનવીય વર્તન કરાયું હોવાનો આક્ષેપ કરાયો છે.

પીડિત પજ્ઞાચક્ષું ગોપાલભાઈ દરજી PSI  સોનલ રાઠોડની સામે આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, પંચવટી ખાતે દુકાનમાંથી છોકરાઓ પડીકા તોડતા એક છોકરાને અજાણતા હાથ અડ્યો હતો. જે મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે મને યુનિવર્સિટી પોલીસે સ્ટેશને બોલાવ્યો હતો. જ્યાં છોકરાઓને વાગયુના હોવા છતાં મારી સામે ફરિયાદ કરવામાં આવી અને મને દંડા વડે માર મારવામાં આવ્યો હતો. ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી મહિતા PSI  સોનલ રાઠોડ મને માર્યો હતો.

પીડિતના આ આરોપને પોલીસ સ્ટેશનના PSI  સોનલ રાઠોડ અને સ્ટાફે ફગાવી દીધો હતો. આ પ્રકારની ઘટના બની હોવાનો ઈન્કાર કર્યો હતો. આ આક્ષેપો ક્યાંક ક્યાંક સાચા હોવાનું પણ સાબિત થઈ રહ્યું છે. કારણ કે, જેના પર પજ્ઞાચક્ષુને માર મારવાના આરોપ ઉછળી રહ્યા છે તે મહિલા ઁજીૈં સોનલ રાઠોડ પોતે પીડિતના ઘરે પહોંચ્યા હતા અને સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સમાધાન સમયે જ ત્યાં મીડિયા પહોંચી જતા PSI  સોનલ રાઠોડ ફટાફટ ત્યાંથી નીકળી ગયા હતા. જોકે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.

Author

D-Admin

Follow Me
Other Articles
Previous

બારડોલી બસ અકસ્માત કેસમાં મૃતકો મહારાષ્ટ્રના રહેવાસી

Next

ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં વેજની જગ્યાએ નોનવેજ બર્ગરની ડિલિવરી

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe our Daily Newsletter

Follow Us

Facebook X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • About Us
  • Contact Us
  • About Us
  • Contact Us

Copyright © 2023 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper