Google News

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara

E-Paper

  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર
  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર

૪,૦૦૦થી વધુ શિક્ષકોને AI પદ્ધતિથી શિક્ષણની તાલીમ અપાશે ટેકનોલોજી

રાજ્યમાં પ્રથમ વખત, બનાસકાંઠાના ૧૫ થી ૨૪ વર્ષની વયના ૮ યુવા વિદ્યાર્થીઓએ ‘‘‘‘’AI FOR EDUCATORS ‘‘‘‘ નામની એક ખાસ એપ બનાવી છે.આ એપને ૧૫ વર્ષીય ચિરાગ અભેરામભાઈ જોષી ઓપરેટ કરી રહ્યા છે. જેઓ ધોરણ ૧૧માં અભ્યાસ કરે છે.આ એપ્લિકેશન દ્વારા અત્યાર સુધીમાં ૪,૦૦૦થી વધુ શિક્ષકોને AI પદ્ધતિથી શિક્ષણની તાલીમ આપવામાં આવી છે. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ તાલીમમાં, તેમણે શિક્ષકોને આ નવી પદ્ધતિનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ એપની મદદથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સરળતાથી શિક્ષણ મેળવી શકશે. શિક્ષકો ધોરણ ૧ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓને સરળતાથી ભણાવી શકશે. આ એપમાં ગુજરાત બોર્ડ, મહારાષ્ટ્ર બોર્ડ, અને CBSE બોર્ડના અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને તેમાં તમામ વિષયો ઉપલબ્ધ છે.

 શિક્ષકો ૩૦ સેકન્ડમાં કોઈપણ વિષયની માહિતી મેળવી શકશે

આ એપ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ એપના માધ્યમથી માત્ર ૩૦ સેકન્ડમાં ગુજરાતી, અંગ્રેજી, અને મરાઠી સહિતની ભાષાઓના ધોરણ ૧ થી ૧૨ ના પુસ્તકોનું જ્ઞાન સરળતાથી મેળવી શકાશે.  વધુમાં, વાર્તા, કવિતા, નાટક, અને ગીતના માધ્યમથી વિદ્યાર્થીઓને રસપ્રદ રીતે ભણાવી શકાશે.

આ એપ્લિકેશનના સંચાલક બનાસકાંઠાના ખેતેશ આકોલિયા છે. અને આ એપ બનાવવામાં યુવાનોને લગભગ એક વર્ષનો સમય લાગ્યો છે. આ યુવાનો પાલનપુર ખાતે આ છૈં પદ્ધતિ પર કામ કરી રહ્યા છે. સુરતના શિક્ષકોને આ પદ્ધતિની તાલીમ ગુજરાતમાં પ્રથમવાર આપવામાં આવી છે.

Author

D-Admin

Follow Me
Other Articles
Previous

ડિજિટલ દુનિયાની સાથે સાથે વીજ વ્યવસ્થા પણ બદલાઇ

Next

ભારતના વરિષ્ઠ વકીલોએ ગૌતમ અદાણી અને કંપની પર લાગેલા આરોપોને લઇ અભિપ્રાય આપ્યો

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe our Daily Newsletter

Follow Us

Facebook X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • About Us
  • Contact Us
  • About Us
  • Contact Us

Copyright © 2023 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper