Google News

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara

E-Paper

  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર
  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર

ચાલુ બસે મોબાઈલ પર વાત કરતા ST  ડ્રાઇવર સસ્પેન્ડ

ST કર્મચારીઓને લઇ અનેકવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે ફરી એકવાર મુસાફરોની સુરક્ષા સાથે ચેડાં કરનારા કર્મચારીઓ સામે ગુજરાત ST નિગમે લાલ આંખ કરી છે. જૂનાગઢ-વિસાવદર રૂટ પર ચાલુ બસે મોબાઈલ ફોન પર વાતચીત કરી રહેલા ડ્રાઈવરનો વીડિયો વાયરલ થયા બાદ, વિભાગીય નિયામક દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફરજમાં ગંભીર બેદરકારી બદલ ડ્રાઈવર દિલીપ કોટીલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, જૂનાગઢથી વિસાવદર જતી ST બસમાં ડ્રાઈવર દિલીપ કોટીલા બસ ચલાવતી વખતે સતત મોબાઈલ ફોન પર વ્યસ્ત હતા. એક તરફ રસ્તો અને બીજી તરફ મોબાઈલમાં વાતચીત, ડ્રાઈવરની આ જોખમી હરકત જોઈને બસમાં બેઠેલા મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. કોઈ જાગૃત મુસાફરે આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ કરી લીધો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ કાર્યવાહી દ્વારા અન્ય ડ્રાઈવરોને પણ કડક સંદેશ

વીડિયો વાયરલ થતાં જ ST તંત્ર હરકતમાં આવ્યું હતું. જૂનાગઢ વિભાગીય નિયામકે આ બાબતને ગંભીરતાથી લઈ તપાસના આદેશ આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરની બેદરકારી સ્પષ્ટપણે જણાતા, મુસાફરોના જીવ જોખમમાં મૂકવા બદલ દિલીપ કોટીલાને સસ્પેન્ડ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. એસટી વિભાગ દ્વારા આ કાર્યવાહી દ્વારા અન્ય ડ્રાઈવરોને પણ કડક સંદેશ આપવામાં આવ્યો છે કે, ચાલુ બસે મોબાઈલનો ઉપયોગ કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન સાંખી લેવામાં આવશે નહીં.

Author

D-Admin

Follow Me
Other Articles
Previous

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મોટુ અપડેટ

Next

ઇબોલા વાયરસને WHO  એ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe our Daily Newsletter

Follow Us

Facebook X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • About Us
  • Contact Us
  • About Us
  • Contact Us

Copyright © 2023 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper