Google News

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara

E-Paper

  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર
  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર

આ ક્રિકેટરે રાજકારણમાં કરી નવી શરૂઆત

ક્રિકેટના મેદાનમાં આક્રમક બોલિંગથી બેટર્સને આઉટ કરનાર ભારતીય ટીમના પૂર્વ બોલર અશોક ડિંડાએ હવે રાજકારણમાં નવી શરૂઆત કરી છે. પશ્ચિમ બંગાળમાં થયેલા મંત્રીમંડળના વિસ્તરણમાં અશોક ડિંડાએ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની સરકારના મંત્રીમંડળનો વિસ્તાર રાજભવનમાં કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ આર.એન. રવિની ઉપસ્થિતિમાં કુલ ૩૫ મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

અશોક ડિંડાએ ભાજપની ટિકિટ પર વિધાનસભા ચૂંટણીમાં મોયના બેઠક પરથી જીત મેળવી હતી. તેમણે તૃણમૂલ કોંગ્રેસના ચંદન મંડળને ૧૬ હજારથી વધુ મતોના જંગી અંતરથી પરાજિત કર્યા હતા. ખાસ વાત એ છે કે આ સતત બીજી વાર છે જ્યારે ડિંડાએ આ સીટ પર વિજય મેળવ્યો હોય.

ટૂંકા ગાળામાં રાજકારણમાં પોતાની ઓળખ બનાવી

૨૦૨૧માં પણ તેમણે તૃણમૂલ કોંગ્રેસ સામે ૧૨૦૦ મતોથી જીત મેળવી હતી. અશોક ડિંડાએ ડિસેમ્બર ૨૦૦૯માં શ્રીલંકા સામે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય કરિયર: ભારત માટે ૧૩ વનડે (૧૨ વિકેટ) અને 9 T20 ઇન્ટરનેશનલ (૧૭ વિકેટ) રમી ચૂક્યા છે.

IPL માં તેમણે ૭૮ મેચ રમીને ૬૯ વિકેટ ઝડપી હતી. તેઓ કોલકાતા નાઇટ રાઇડર્સ , દિલ્હી કેપિટલ્સ , પૂણે વોરિયર્સ ઇન્ડિયા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ જેવી દિગ્ગજ ટીમોનો ભાગ રહી ચૂક્યા છે. ફેબ્રુઆરી ૨૦૨૧ માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ ડિંડાએ ખૂબ જ ટૂંકા ગાળામાં રાજકારણમાં પોતાની ઓળખ બનાવી છે.

Author

D-Admin

Follow Me
Other Articles
Previous

બાંગ્લાદેશમાં ઇદ મનાવવા જતા શ્રમિકોનો ભોગ લેવાયો

Next

વિરાટ કોહલીના ચાહકો માટે દુ:ખદ સમાચાર

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe our Daily Newsletter

Follow Us

Facebook X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • About Us
  • Contact Us
  • About Us
  • Contact Us

Copyright © 2023 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper