Google News

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara

E-Paper

  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર
  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર

પુણેની યુવતીએ Swift Student Challenge 2026 બની વિજેતા

ભારતના વધતા ટેક્નોલોજી અને ઇનોવેશન ક્ષેત્ર માટે ગૌરવ ગણાતી એક ઘટના સામે આવી છે. પુણેની ૨૦ વર્ષની ગાયત્રી ગૌંડાદકરે Apple ની પ્રતિષ્ઠિત Swift Student Challenge 2026 સ્પર્ધામાં વૈશ્વિક વિજેતા બની છે. તેની એપ Steady Hands સર્જનાત્મકતા, ઍક્સેસિબિલિટી અને અદ્યતન Apple Pencil ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શારીરિક રીતે અક્ષમ અથવા તો વૃદ્ધો માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ છે.

હાથમાં કંપારી ધરાવતા વરિષ્ઠ નાગરિકોને સરળતાથી ડિજિટલ આર્ટ બનાવવા આ એપ્લિકેશન ખૂબ જ મદદ કરશે. ગાયત્રી વિશ્વભરના માત્ર ૫૦ વિજેતાઓમાં સ્થાન મેળવનારી ભારતીય યુવા ડેવલપર છે, જે ભારતની વધતી ટેક પ્રતિભાનું પ્રતિનિધિત્વ કરે છે.

WWDC વિશ્વની સૌથી મોટી ટેક્નોલોજી કોન્ફરન્સમાંની એક

Steady Hands એપનો વિચાર ગાયત્રીને તેની દાદી પાસેથી મળ્યો હતો. તેની દાદીને હાથમાં કંપારી હોવાને કારણે તેમનાથી ડ્રોઇંગ નહોતું થતું. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ગાયત્રીએ એવી એપ બનાવી, જે Apple Pencil ની સ્ટેબિલાઇઝેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને હાથના કંપનને ઘટાડે છે અને વધુ સ્મૂથ ડ્રોઇંગનો અનુભવ આપે છે. આ એપ દર્શાવે છે કે આજની ટેક્નોલોજી માત્ર સુવિધા પૂરતી નથી, પરંતુ સમાજના દરેક વર્ગ માટે ડિજિટલ વિશ્વને વધુ સમાન અને સરળ બનાવવા માટે પણ ઉપયોગી બની રહી છે.

ગાયત્રીની સફળતા એ સાબિત કરે છે કે ભારતીય વિદ્યાર્થીઓ હવે વૈશ્વિક ટેક્નોલોજી ઇનોવેશનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત એપ ડેવલપમેન્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ્સ માટે મોટા કેન્દ્ર તરીકે ઉભર્યું છે.

Apple ની Swift Student Challenge યુવા કોડર્સને Swift પ્રોગ્રામિંગ ભાષા દ્વારા નવીન એપ્સ બનાવવા પ્રોત્સાહિત કરે છે. ગાયત્રી ભારત, જર્મની, ઘાના અને દક્ષિણ કોરિયાના ચાર ખાસ સન્માનિત વિજેતાઓમાં પણ સામેલ છે, જે ભારતીય પ્રતિભાને મળતી આંતરરાષ્ટ્રીય માન્યતાનું પ્રતિબિંબ છે. આ જીતના ભાગરૂપે ગાયત્રીને કેલિફોર્નિયામાં યોજાનારી Apple Worldwide Developers Conference ૨૦૨૬માં હાજરી આપવાનો મોકો મળશે. અહીં તે વિશ્વભરના ડેવલપર્સ અને ટેક નિષ્ણાતો સાથે મુલાકાત કરશે અને Apple ના Tim Coko  સાથે પણ મળવાની તક મળશે. WWDC વિશ્વની સૌથી મોટી ટેક્નોલોજી કોન્ફરન્સમાંની એક માનવામાં આવે છે, જ્યાં ભવિષ્યની સોફ્ટવેર અને AI  ટેક્નોલોજી અંગે ચર્ચા થાય છે.

Author

D-Admin

Follow Me
Other Articles
Previous

વાંધાજનક AI કન્ટેન્ટ સામે કેન્દ્ર સરકાર કરશે કડક કાર્યવાહી

Next

ડિજિટલ દુનિયાની સાથે સાથે વીજ વ્યવસ્થા પણ બદલાઇ

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe our Daily Newsletter

Follow Us

Facebook X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • About Us
  • Contact Us
  • About Us
  • Contact Us

Copyright © 2023 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper