Google News

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara

E-Paper

  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર
  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર

રમૂજી અંદાજમાં આ બાળકે કહી મોટી વાત

ઉત્તર ભારતમાં અગનગોળો વરસાવતી ગરમી પડી રહી છે. જ્યાં પારો ૪૨ ડિગ્રીને પાર કરી ગયો છે, લૂના પવનો ફૂંકાઈ રહ્યા છે અને આવા સમયે મોટા-મોટા ગજાના લોકોના પણ પરસેવા છૂટી રહ્યા છે. પરંતુ અસલી મુશ્કેલી તો શાળાએ જતા નાના ભૂલકાઓને પડી રહી છે. જેમને ભારે બેગ ઊંચકીને આ કાળઝાળ તડકામાં શાળાએ જવું પડી રહ્યું છે.

આ દરમિયાન એક સ્કૂલના બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં તેણે ઉનાળાની રજાઓને લઈને એવી દલીલો કરી છે કે તમે તમારું હસવું રોકી નહીં શકો. આ નાના બાળકે સીધી રીતે પ્રશાસન પાસે માંગ કરી છે કે આ ભીષણ ગરમીમાં શાળાઓ પર બેન મૂકવામાં આવે અથવા તાત્કાલિક રજાઓ જાહેર કરવામાં આવે.

ગરમીમાં સાવચેતી રાખવાની નિષ્ણાંતોની સલાહ

વાયરલ વીડિયોમાં બાળક સ્પષ્ટપણે કહેતો જોવા મળે છે કે આટલી ભારે ગરમીમાં શાળાએ જવું અત્યંત મુશ્કેલ બની રહ્યું છે. તેણે જણાવ્યું કે તડકો એટલો તેજ હોય છે કે બહાર નીકળવું પણ ભારે લાગે છે, આવા સંજોગોમાં દરરોજ શાળાએ જવું બાળકો માટે મુસીબત બની ગયું છે. હાલમાં ઘણા રાજ્યોમાં તાપમાન ૪૦ થી ૪૪ ડિગ્રીની વચ્ચે પહોંચી ગયું છે, જેનાથી સ્થિતિ વધુ કઠિન બની છે.

વીડિયોમાં બાળક રમુજી અને માસૂમ અંદાજમાં કહે છે કે આટલા તડકામાં અમે પરસેવે રેબઝેબ થઈને રોજ શાળાએ જઈએ છીએ. તે કહે છે કે”જ્યારે હું વડાપ્રધાન બનીશ, ત્યારે ઉનાળામાં શાળામાં જવાનું બેન કરી દઈશ.” તેની આ સીધી અને સાચી વાત લોકોને ખૂબ પસંદ આવી રહી છે. ઘણા લોકો આ વીડિયો શેર કરતા લખી રહ્યા છે કે બાળકોની તકલીફ સમજવી જરૂરી છે. બાળકના અવાજમાં જે સચ્ચાઈ છે, તે જ આ વીડિયોને ખાસ બનાવી રહી છે.

વીડિયો સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો બાળકની વાતનું સમર્થન કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આટલી ગરમીમાં શાળાઓ બંધ કરી દેવી જાેઈએ. તો વળી કેટલાક લોકો માને છે કે શાળા પૂરી રીતે બંધ કરવાને બદલે સમય બદલવો વધુ સારો રહેશે. ઘણી જગ્યાએ પહેલેથી જ શાળાઓ વહેલી સવારે ખોલવામાં આવી રહી છે, જેથી બાળકોને બપોરના આકરા તડકાથી બચાવી શકાય.

ગરમીને જોતા ઘણા રાજ્યોમાં પહેલેથી જ પગલાં લેવામાં આવ્યા છે. ક્યાંક શાળાની રજાઓ વહેલી જાહેર કરી દેવામાં આવી છે, તો ક્યાંક સમય બદલી દેવામાં આવ્યો છે.  દિલ્હી જેવા શહેરોમાં તો બાળકો માટે વોટર બેલ પણ શરૂ કરવામાં આવી છે, જેથી તેઓ સમયાંતરે પાણી પીતા રહે અને ડિહાઈડ્રેશનથી બચી શકાય.

ડોક્ટરોનું કહેવું છે કે વધુ પડતી ગરમી બાળકો માટે જાેખમી સાબિત થઈ શકે છે. તેનાથી ડિહાઈડ્રેશન, ચક્કર આવવા અને થાક જેવી સમસ્યાઓ થઈ શકે છે. નાના બાળકો માટે તેજ તડકામાં રોજ શાળાએ આવવા-જવાનું વધુ મુશ્કેલ હોય છે. આ જ કારણ છે કે નિષ્ણાતો પણ ગરમીમાં સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે.

Author

D-Admin

Follow Me
Other Articles
Previous

કૅપ્ટન અમરિદંરનો કોંગ્રેસ પક્ષ સાથે સંપર્ક હોવાનો દાવો

Next

૧૨ થી ૧૮ મહિનામાં અનેક વ્હાઇટ-કોલર નોકરીઓ બદલાશે

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe our Daily Newsletter

Follow Us

Facebook X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • About Us
  • Contact Us
  • About Us
  • Contact Us

Copyright © 2023 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper