Google News

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara

E-Paper

  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર
  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર

સૌથી ઘાતક ફાઈટર જેટ બનાવવામાં રશિયા અને ભારતની ભાગીદારી

ચીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયા પોતાના સૌથી લેટેસ્ટ ફાઈટર જેટ સુખોઈ F-૫૭ને ભારતમાં જ બનાવવાનું વિચારી રહ્યું છે. આ ર્નિણય અમેરિકા માટે ચિંતાનો વિષય છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને પોતાના F-૩૫ ફાઈટર જેટ વેચવા માંગતા હતા.

ભારતીય વાયુસેનાને હાલમાં બેથી ત્રણ સ્કવોડ્રન પાંચમી પેઢીના ફાઈટર જેટની જરૂર છે. આ પ્રોજેક્ટમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે, જે પહેલાથી જ નાસિકમાં જીે-૩૦ સ્દ્ભૈં નું નિર્માણ કરે છે. આ પગલું ભારત અને રશિયાના સંબંધોને વધુ મજબૂત બનાવશે અને અમેરિકાની હ્લ-૩૫ વેચવાની યોજના પર સીધી અસર કરશે.

ભારત અને રશિયા F -૫૭ નું ઉત્પાદન સાથે મળીને કરશે

રશિયન એજન્સીઓ હાલમાં એ વાતનું મૂલ્યાંકન કરી રહી છે કે ભારતમાં S-૫૭નું ઉત્પાદન કરવા માટે કેટલું મોટું રોકાણ કરવું પડશે. જો આ પ્રોજેક્ટ શરૂ થશે, તો તેના બે ફાયદા થશે. એક તો ભારતને વિશ્વના સૌથી આધુનિક ફાઈટર જેટ મળશે અન બીજું એ કે આ વિમાનોનો ખર્ચ પણ ઓછો થશે, કારણ કે તેનું નિર્માણ અહીં જ થશે. ભારતમાં પહેલેથી જ ઘણી ફેક્ટરીઓ છે જે રશિયા દ્વારા બનાવેલા લશ્કરી ઉપકરણો તૈયાર કરે છે. તેમનો ઉપયોગ ઉત્પાદન માટે પણ કરી શકાય છે.

આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપારી તણાવ ચાલી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ઘણા ક્ષેત્રો પર ટેરિફ લગાવ્યા છે અન F -૩૫ ફાઈટર જેટ ખરીદવા માટે દબાણ કરી રહ્યા છે. જોકે, જો ભારત અને રશિયા F -૫૭ નું ઉત્પાદન સાથે મળીને કરશે, તો તે અમેરિકાની F -૩૫ વેચવાની યોજનાને નિષ્ફળ બનાવશે. આ પગલું સ્પષ્ટ દર્શાવશે કે ભારત પોતાની સુરક્ષા માટે રશિયા સાથે ગાઢ ભાગીદારી જાળવી રાખવા માંગે છે.

ભારતે તાજેતરના વર્ષોમાં રશિયા પાસેથી S -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદી છે અને હવે તેણે જી-૫૦૦માં પણ રસ દાખવ્યો છે. રશિયા ઈચ્છે છે કે આની સાથે જ ભારત F -૫૭ને પણ પોતાની વાયુસેનાનો ભાગ બનાવે.

રસપ્રદ વાત એ છે કે ભારત પહેલા પણ રશિયાના ફિફ્થ જનરેશન ફાઈટર એરક્રાફ્ટ પ્રોગ્રામનો ભાગ રહી ચૂક્યું છે. જોકે, ટેક્નિકલ અને નાણાકીય મતભેદોને કારણે ભારતે આ પ્રોજેક્ટથી  બહાર નીકળી ગયું હતું. જોકે, વર્તમાન વૈશ્વિક તણાવ અને ભારત-અમેરિકાના સંબંધોને કારણે આ પ્રોજેક્ટ ફરીથી ચર્ચામાં આવ્યો છે.

Author

D-Admin

Follow Me
Other Articles
Previous

લાલ ગ્રહ પર પાણીનો લાંબો ઈતિહાસ મળ્યો

Next

પુતિનના પ્લાનથી ટ્રમ્પનું સપનું રોળાયું

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe our Daily Newsletter

Follow Us

Facebook X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • About Us
  • Contact Us
  • About Us
  • Contact Us

Copyright © 2023 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper