Google News

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara

E-Paper

  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર
  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર

આવી હરકત ભારતની છબીને ખરડી શકે

જાપાન ફરવા ગયેલી એક ભારતીય મહિલા પર દુકાનમાંથી સામાન ચોરવાનો આરોપ લાગ્યાના સમાચાર સામે આવ્યા છે. આ દાવો ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર મુથુકૃષ્ણન ધંડાપાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કર્યો છે. તેમની પોસ્ટ બાદ આ મામલો ઓનલાઈન ચર્ચાનો વિષય બની ગયો છે અને વિદેશમાં પ્રવાસીઓના વર્તનને લઇને એક નવી ચર્ચા છેડાઈ ગઈ છે.

ધંડાપાનીના જણાવ્યા પ્રમાણે તેઓ એક ટૂર ગ્રૂપ સાથે જાપાનની યાત્રા પર હતા. તેમણે દાવો કર્યો કે, ગ્રૂપના અન્ય લોકોને એ વાતની બિલકુલ જાણ નહોતી કે, એક મહિલા પ્રવાસ દરમિયાન અલગ-અલગ જગ્યાએથી સામાનની ચોરી કરી રહી હતી. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક ફેમસ સુવેનિયર દુકાનમાં મહિલાને કથિત રીતે પૈસા ચૂકવ્યા વિના સામાન લેતા રંગેહાથ પકડી પાડવામાં આવી.

આખરે પોલીસે મહિલાને કડક ચેતવણી આપીને છોડી દીધી

પોતાની પોસ્ટમાં ધંડાપાનીએ લખ્યું કે, ‘અમારા ગ્રૂપમાં શરૂઆતથી જ એક મહિલા ચોરી કરી રહી હતી. અમને આ વાતની કોઈ જાણ નહોતી. એક ફેમસ સુવેનિયર શોપમાં તે પકડાઈ ગઈ. પકડાતાની સાથે જ તેણે તરત જ પૈસા ચૂકવવાની ઓફર કરી.‘

ધંડાપાનીના જણાવ્યા પ્રમાણે મહિલાની પૈસા ચૂકવવાની આ ઓફરને દુકાન માલિકે ઠુકરાવી દીધી. તેમણે દાવો કર્યો કે, ‘દુકાનદારે કહ્યું કે જાપાન એક ‘ઉચ્ચ વિશ્વાસ ધરાવતો સમાજ‘ છે, જ્યાં ચોરીની ઘટનાઓ ખૂબ જ ઓછી બને છે અને ત્યાંના લોકો ભારતનું ખૂબ સન્માન કરે છે.  ચોરી કરતાં વધુ દુ:ખ મને એ વાતનું થયું કે પકડાયા બાદ પૈસા આપીને આ મામલો  રફે-દફે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.‘

ત્યારબાદ દુકાનદારે પોલીસ બોલાવી લીધી હતી. ધંડાપાનીએ દાવો કર્યો કે, જાપાનમાં  ક્રાઈમ રેટ ખૂબ જ ઓછો છે અને ત્યાં ટ્રાફિક શિસ્ત પણ ખૂબ મજબૂત છે, તેથી સામાન્ય રીતે પોલીસ બહુ ઓછી જોવા મળે છે.

તેમણે જણાવ્યું કે ટૂર મેનેજર તે મહિલાને લઈને પોલીસ સ્ટેશન ગયા હતા. પોસ્ટ પ્રમાણે  મહિલાએ પોલીસ સ્ટેશનમાં પણ પૈસા આપવાનો પ્રયાસ કર્યો હતો. ધંડાપાનીએ લખ્યું કે, ‘પોલીસ સ્ટેશનમાં પણ તે મહિલાએ પૈસા આપવાની ઓફર કરી હતી. જાપાની પોલીસ આનાથી બિલકુલ પ્રભાવિત ન થઈ. તેમણે સમજાવ્યું કે ચોરીની સજા કેટલી ગંભીર હોઈ શકે છે અને એમ પણ કહ્યું કે તમારે જેલમાં જવું પડી શકે છે.‘

ધંડાપાનીનો દાવો છે કે, આખરે પોલીસે મહિલાને કડક ચેતવણી આપીને છોડી દીધી. તેમણે લખ્યું કે, ‘પરંતુ તે ભારતીય હતી અને તેઓ ભારતનું ખૂબ સન્માન કરે છે, તેથી તેને કડક ચેતવણી આપીને છોડી દીધી.‘

આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાઈરલ થઈ રહી છે. ઘણા લોકોએ આ કથિત ઘટના પર શરમ વ્યક્ત કરી, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે વિદેશમાં કોઈ એક પ્રવાસીનું આવું વર્તન આખા દેશની છબીને ખરડી શકે છે .

Author

D-Admin

Follow Me
Other Articles
Previous

વલસાડના પારડીમાં રહેણાંક મકાનમાં ત્રણ સાપ

Next

ઓમાનમાં એર ઈન્ડિયાની ફ્લાઈટની મોટી દુર્ઘટના ટળી

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe our Daily Newsletter

Follow Us

Facebook X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • About Us
  • Contact Us
  • About Us
  • Contact Us

Copyright © 2023 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper