રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો

અમેરિકાએ તાજેતરમાં જ ભારત અને એશિયાના દેશોને ઝટકો આપતાં રશિયા અને ઈરાન પાસેથી ઓઈલખરીદવા સામે આપેલી ૩૦ દિવસની રાહતને ખતમ કરી દીધી છે. હવે કોઈ પણ દેશ અમેરિકાના ર્નિણય વિરુદ્ધ ઓઈલ ખરીદી ચાલુ રાખશે તો તેની સામે પ્રતિબંધ મૂકવાની ધમકીઓ આપવામાં આવી છે.

આ સૌની વચ્ચેભારત સરકાર સાથે સંબંધિત સૂત્રોનો દાવો છે કે અમેરિકાના પ્રતિબંધોનો ડર છતાં ભારત રશિયા પાસેથીઓઈલ અને એલપીજીની ખરીદી ચાલુ રાખશે. સૂત્રોએ કહ્યું કે ભારતની ઊર્જા નીતિ સંપૂર્ણ પણે ભારતનો આંતરિક મામલો છે અને અમેરિકાના પ્રતિબંધોથી તેને કોઈ લેવા દેવા નથી.
એક રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે ભલે અમેરિકાએ ૩૦ દિવસની છૂટ આગળ નથી વધારી પરંતુ ભારતની રિફાઇનરીઓ પહેલાનીજેમ જ એ કંપનીઓ અને જહાજોથી ઓઈલની ખરીદી ચાલુ રાખશે જે પ્રતિબંધના દાયરામાં નથી. એકઅધિકારીએ કહ્યું કે આ છૂટ આપવી કે છૂટ આપવી કે ન આપવી એ અમેરિકાનો અધિકાર હશે પણ તેનાથી ભારતની નીતિ ન નક્કી થાય. બિન પ્રતિબંધિત સ્ત્રોતના માધ્યમથી ઓઈલ અને એલપીજીની ખરીદી સદંતર ચાલુ રહેશે.