Google News

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara

E-Paper

  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર
  • હોમ
  • ક્રિકેટ
  • બોલિવૂડ
  • રાજનીતિ
  • ગુજરાત સમાચાર
  • નવીનતમ
  • વિશ્વ સમાચાર
  • ભારત સમાચાર

સાઉદી એરફોર્સે ઈરાનની ધરતી પર અનેક ગુપ્ત હવાઈ હુમલા કર્યા

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધી પરોક્ષ રીતે સામેલ ગણાતા સાઉદી અરેબિયાએ ઈરાન પર સીધા હવાઈ હુમલા કર્યા હોવાનો સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે. મળતા રિપોર્ટ અનુસાર, સાઉદી એરફોર્સે માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં ઈરાનની ધરતી પર અનેક ગુપ્ત હવાઈ હુમલા કર્યા હતા.

રિપોર્ટમાં પશ્ચિમી અને ઈરાની અધિકારીઓના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, આ હુમલા સાઉદી અરેબિયા પર થયેલા ડ્રોન અને મિસાઇલ હુમલાના જવાબમાં કરવામાં આવ્યા હતા. માર્ચના છેલ્લા અઠવાડિયામાં જ્યારે ઈરાન એવા તમામ ખાડી દેશોને નિશાન બનાવી રહ્યું હતું જ્યાં અમેરિકન સૈન્ય મથકો હતા, ત્યારે સાઉદીએ પોતાની સુરક્ષા માટે આક્રમક વલણ અપનાવ્યું હતું.

ઈરાન યુદ્ધ હવે સમગ્ર પશ્ચિમ એશિયામાં ફેલાયું

રસપ્રદ વાત એ છે કે, સાઉદી અરેબિયાએ આ હુમલા વિશે ઈરાનને અગાઉથી જાણ કરી દીધી હોવાનો પણ દાવો કરાયો છે. આ હુમલા બાદ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક વાતચીત તેજ થઈ હતી. આંકડા મુજબ, ૨૫થી ૩૧ માર્ચ વચ્ચે સાઉદી પર ૧૦૫થી વધુ હુમલા થયા હતા, જે સાઉદીના વળતા પ્રહાર બાદ ૧થી ૬ એપ્રિલ વચ્ચે ઘટીને માત્ર ૨૫ રહી ગયા હતા.

આ દર્શાવે છે કે સાઉદીના આક્રમક વલણ બાદ ઈરાને સીધા હુમલા ઘટાડી દીધા હતા. માત્ર સાઉદી જ નહીં, પરંતુ સંયુક્ત આરબ અમીરાત પર પણ ઈરાન વિરુદ્ધ ગુપ્ત હુમલા કરવાના આરોપો લાગ્યા છે. જોકે, આ મામલે સાઉદી કે ઈરાનના વિદેશ મંત્રાલયે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. આ ખુલાસાથી સાબિત થાય છે કે ઈરાન યુદ્ધ હવે સમગ્ર પશ્ચિમ એશિયામાં ફેલાઈ ચૂક્યું છે.

Author

D-Admin

Follow Me
Other Articles
Previous

પોતાના લોકોને છોડાવવા પાકિસ્તાન અમેરિકાના ઘૂંટણીએ

Next

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe our Daily Newsletter

Follow Us

Facebook X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • Gujarat News
  • Latest
  • Uncategorized
  • દેશ-વિદેશ
  • રાજકારણ
  • ક્રિકેટ
  • બોલીવુડ
  • India News
  • About Us
  • Contact Us
  • About Us
  • Contact Us

Copyright © 2023 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper